10 July 2008

gurati poem-4



કેટલી સરસ મુલાકાત હતી
જાણે કયામત ની રાત હતી

અમારી આંખો ને એમનો ઇંતજાર
ને એમનો પાછળથી કરેલો સાદ
આટલી તો સરસ શરુઆત હતી

ચાંદ, તારા અને પ્રાર્થનાનો સૂર
એમનો સંગાથ, ને ઝાંઝરનો ઝંકાર
જાણે આખી કાયનાત સાથ હતી

અમે તો બસ કહ્યાજ કર્યુ
એમણે તો બસ સાંભળ્યા જ!!
જાણે વર્ષોની કોઇ વાત હતી


ના કોઇ કોલ, ના કોઇ વાયદા
ના એમણે પુછયુ, ના અમે
આટલી તો સરસ રજુઆત હતી

નામ વગર નો રીશ્તો બાંધ્યો,
અને એને પુરી કરવાની પ્રતિજ્ઞા
આતો કેવી અમારી શાલીનતા હતી?


કોને જોઇએ છે જીદંગી ભરનો સાથ
...... તો જીવી ગયો એક પળમા
એમના સ્પર્શની તો કરામત હતી

'હા' કે 'ના' નો સવાલ જ કયા છે
જવાબ તો અમે જાણતાજ હતા
બસ,આ મારી છેલ્લી મુલાકાત હતી ......



લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો ????
ઝાકળ

સંબોધું તમને "મારા વાહલા" થી, તો પણ તમે ના સમજો તો ???
વર્ણવું મારી લાગણીઓ ને શબ્દો થકી, પણ તમે અલંકારીક ભાષા સમજો તો ???

લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો ????

ઝંખુ તને હું ક્ષણેક્ષણ - પળેપળ, પણ તમે પાગલપણ સમજો તો ??
આખા દિવસનો હું મારો હિસાબ મોકલું, પણ તમે રોજનીશી સમજો તો ??

લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો ????

મોકલું મારી એકલતા SMS થી, પણ તમે BLANK SMS સમજો તો ??
વિસ્તારૂં તને હું કાગળ ઉપર, પણ તમે મને કવિયત્રી સમજો તો ??

લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો ????
‘‘લજામણી’’



અરમાનો ને રોકે એવી મિનાર હોય તો સારું, દિલ ની ઇચ્છાઓ રોકે એવી દિવાર હોય તો સારુ, મારે તો મ્રુત્યુ પછી પણ મિત્રો જોવા છે, મારી કબર મા એક તિરાડ હોય તો સારું


મંઝીલ નથી, મુકામ નથી ને સફર પણ નથી
જીવું છું જીંદગી પણ જીવનની અસર નથી
મારી ઓળખાણ મને પુછશો નહીં
તમને ખબર નથી તો મને પણ ખબર નથી. ;;;;;;;;

""""થોડી ગેરસમજ થી સારું જીવાય છે, ખુલાસા કરવા થી દુઃખી થવાય છે, કયારેક બંધ બાજી રમવી સારી, દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે.

No comments: