10 July 2008

some more gujrati poem

હું સાંકડી ગલીમાં, રસ્તો કરી જવાનો
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો.

પાષાણ સમ હ્રદયમાં, પોલાણ શક્ય છે દોસ્ત
તું ઓગળી પ્રથમ જા, એ પીગળી જવાનો.

એવી ખબર છે આવી, તું નીકળી નદી થઇ,
દરીયાની એટલે હું ખારાશ પી જવાનો.

તારા ઉપરની મારી, દીવાનગી ગમે છે,
મારા સીવાય કોને, હું છેતરી જવાનો?

હું છું જ કૈંક એવો, તું છોડ આ પ્રયત્નો,
તું ભુલવા મથે ને, હું સાંભરી જવાનો.

હોવાપણું ઓ ઇશ્વર, તારું વીવાદમાં છે,
મારી તરફ હું તેથી, પાછો વળી જવાનો.
-----------------------------------------------------------------------------
એની રોજે રોજ હોય છે બબાલ.
પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો
આની ઊખડતી નથી કેમ છાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો સુરજની સામે થઇ ગ્યો,
ને પછી નોંધાવી એફ. આઇ.આર.
શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે,
મારી કેટલી યે મીટ્ઠી સવાર.
ધારદાર કિરણોને દેખાડી દેખાડી,
લૂંટે છે મોંઘેરો માલ.
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો દોડતો ઇ હાઇકોર્ટ ગ્યેલો,
ને જઇને વકીલને ઇ ક્યે:
ચકલી ને ચકલો તો માળો બાંધે છે,
હવે તાત્કાલિક લાવી દ્યો સ્ટે.
બેસવા દીધું ને એમાં એવું માને છે,
જાણે બાપાની હોય ના દિવાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી જુવાનજોધ ઝાડવાને કીધું,
કે માંડ્યા છે શેના આ ખેલ?
બાજુના ફળિયેથી ઊંચી થઇ આજકાલ,
જુએ છે કેમ ઓલી વેલ?
શેની ફૂટે છે આમ લીલીછમ કૂંપળ,
ને ઊઘડે છે ફૂલ કેમ લાલ?
એની રોજે રોજ હોય છે બબાલ
--------------------------------------------------------------------------
લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે
----------------------------------------------------------------------------------------------------------------
મારા વિશે ખરેખર તો હું પણ કઇ ખાસ નથી જાણતો...
અને એટલે જ અહી, તમને કઇ ખાસ નથી જણાવતો...!


મિત્રો મળ્યા તા ઘણા, અને મિત્રતા પણ ઘણી ગાઢ હતી..
પણ આજે નથી કઇ કેમ, તે વિશે કઇ ખાસ નથી જાણતો...


ચાહયા હતા જેમને મે મારી જાત થી વધુ, તે બધા
આજેકોને ચાહી રહયા છે, તે વિશે કઇ ખાસ નથી જાણતો...


એટલે જ તો સંબંધોના રણમાં એકલો ભટકે છે કારણ કે તે,
સંબંધો નિભાવવા વિશે કઈ ખાસ નથી જાણતો...
-----------------------------------------------------------------------------------
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.

પાન લીલુ જોયુને તમે યાદ આવ્યા,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણુ કોળ્યુ ને તમે યાદ આવ્યા.

ક્યાંક પંખી તહુક્યુ ને તમે યાદ આવ્યા,
જાણે શ્રાવણના આભમા ઉઘાડ થયો રામ,
એક તારો રમક્યો ને તમે યાદ આવ્યા.
-----------------------------------------------------------------------
હસાવે છે આ યાદો ,રડાવે છે આ યાદો,
પજવવાની દરેક રીતે પજવે છે યાદો..

ભીડમાં હંમેશા મને એકલી પાડે છે યાદો,
એકાંતમાં એકલતા વધુ વધારે છે યાદો..

ક્યારેક ડૂબી જઉં જો હું યાદોના દરીયામાં,
તો લાવી મધદરીયે એકલી છોડે છે યાદો..

કોઈ માંગે તો ઉધારીમાં વેચું છું એ જ યાદો,
કયારેક મને તે પ્રેમથી આપી હતી જે યાદો..

બંધીયાર મનમાં જ્યારે ચક્રરાવે જઢી યાદો ,
ત્યારે લખી કવિતા ફરી વહેતી કરી મે યાદો..
- લજામણી
-----------------------------------------------------------------
બંધ આંખે નિહાળવુ કોઇને એ પ્રેમ છે
મનોજગતમાં કોઇના વ્યાપી જવું એપ્રેમ છે
ક્ષણક્ષણ હ્રદયમાં કોઇનાધબકવું એ પ્રેમ છે
ઘડી ભર ના ભૂલાવવું કોઇને એ પ્રેમ છે

પ્રતિબિંબ જોઇ કોઇનું ખુદને સજાવવું એ પ્રેમ છે
આંખમાં કાજલ બનીને છાઇ જવું એ પ્રેમ છે
વિરહમાં અસ્તિત્વને ઓગાળવું એ પ્રેમ છે
'શતક' માત્ર બસ કોઇ માટે જીવવું એ પ્રેમ છે
--------------------------------------------------------------------------------
દર્દને વાચા મળે તો બસ!
હોંઠ પર કૈં સળવળે તો બસ!

હું યુગોથી કાંકરી ફેંક્યા કરું;
એકદા જો ખળભળે તો બસ!

કંટકો પણ ક્યાં સુધી રોયા કરે?
પુષ્પ થોડું સાંભળે તો બસ!

થાય ના ભીની ભલે મારી ગઝલ;
શબ્દ એક જ પલળે તો બસ!

હૈયામાંથી શ્વાસ જે કૈં નીકળે
આવીને અટકે ગળે તો બસ!
------------------------------------------------------------------
વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું?
-----------------------------------------------------------------------------
સાદગી માં જે મજાં છે,
શણગાર માં નથી હોતી...
બંધન માં જે મજાં છે,
આઝાદી માં નથી હોતી...
સ્વીકાર માં જે મજાં છે,
તિરસ્કાર માં નથી હોતી...
આપી જવાં માં જે મજાં છે,
છીનવાં માં નથી હોતી...
જોડવાં માં જે મજાં છે,
તોડવાં માં નથી હોતી...
હોય છે ફક્ત શાંતિ નો,
વહેમ એમના મનમાં હવે....
બાકી અમે છોડ્યાં પછી એમને,
મનમાં રાહત નથી હોતી...
તમે માનો કે ન માનો,
હવે આજ વાસ્તવિક્તા છે...
તમારા માટે અમે નથી,
ને અમારી જાણે દુનિયાં જ નથી...
-----------------------------------------------------------
આવ, ને આવીને કંઇ રકઝક ના કર,
સાવ ખાલી આંખને ભરચક ના કર.

સહેજ હડસેલીને અંદર આવજે,
બારણે પહોંચ્યા પછી ઠકઠક ના કર.

તું વીતે છે એની સૌને છે ખબર,
આમ તું ઘડીયાળમાં ટકટક ના કર.

મીરાં, નરસૈંયો, કબીર બોલી ચુકયાં,
તું વળી તારી રુએ બકબક ના કર.

બે જણા અંધારુ શોધે છે ફરી,
પથ્થરો ભેગા કરી ચકમક ના કર.
--------------------------------------------------
આપણે પોતાને સમજાયા નથી,
જોઇએ એવા વલોવાયા નથી.

તું જ તારી પાસમાં છે ડર નથી,
રાત છે ને કોઈ પડછાયા નથી.

આટલા ચર્ચાયા એ પુરતું નથી?
વાત જુદી છે કે વખણાયા નથી.

ફુલ જેવું ખીલવા માટે હજી,
મુળીયાં માટીમાં ધરબાયા નથી.

સાંભળીને આઘાપાછા થઇ ગયા,
સારુ છે કે કોઈ ભરમાયા નથી.
------------------------------------------------------------------------------
ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ
દિવસે પણ તને સપના દેખાડી જઇશ

જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું
તારી એક મુસ્કાન માટે દુનિયાથી લડી જઇશ

જીવનની ગ્રીષ્મમાં પણ નાચી ઊઠીશ હરણી થૈ
ભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ

તારા જીવનનો મારગ ભલેને હો કાંટાળો
પગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ

એકાંતની પળમાં પણ એકાંત ન લાગે માટે
આંગણની આંબાડાળે ગઝલના ટહુકા છોડી જઇશ

દાવાનળ લાગતા પછી વાર નહી લાગે “રમેશ”
તારા દિલમાં પ્રેમ ચિનગારી ભડકાવી જઇશ
-----------------------------------------------------------------------------
આ ગઝલ ને ગેબની જાદુગરીમાં આવજે
શબ્દના પ્રાગટ્યની દીપાવલીમાં આવજે

તું ભલે હો વિશ્વવ્યાપક ને બહુભાષી છતાં ;
મારી પાસે ગુર્જરી બારખડીમાં આવજે

થાક જો લાગે કદી અખબારના પાના ઉપર ;
સાવ અંગત કોઇની નામાવલીમાં આવજે

એક પળ એવી વિરલ આપીશ તને કે તું તરત ;
પુણ્યની છોડી તમા પયંગબરીમાં આવજે

જે તને ગમતા હો એવા વેશ તું લેજે બધે ;
પણ ફકત અશરફરૂપે એની ગલીમાં આવજે
----------------------
આટલા મોહક અને મોતી ભરેલાં ક્યાં મળે ?
ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે?

ઉંબરા પર પગ નથી મૂક્યો ને બસ આવો કહે
આ નગરમાં માણસો એવા વસેલા ક્યાં મળે?

ધારણા સાચી પડી આજે તમારૂં આગમન !
બારણામાં તોરણો લીલા બનેલા ક્યાં મળે?

આ અતિથિનાં ભલા સન્માન આદર તો જુઓ
ભર વસંતે અવનવા પર્ણો ઝૂકેલા ક્યાં મળે?

આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલા ક્યાં મળે?

યત્ન પથ્થરથી કર્યા તો એકનાં કૈ થૈ ગયા
દર્પણોનાં દેશમાં ચહેરા તૂટેલા ક્યાં મળે?

No comments: