10 July 2008

some gujrati poems sayris

થોડો આનન્દ બસ વહેચવાની વાત હતી
અને મસ્તીઓમાં મહાલવાની વાત હતી
અહેસાસોની મહેંદીને ઘુંટવાની વાત હતી
ખુશીયોના રંગે દુખોને રંગવાની વાત હતી

દોસ્તોની દોસ્તીમાં ખોવાઇ જવાની વાત હતી
મનના મુશાયરામાં ગમોને પીવાની વાત હતી
દીલમા એકમેકના રહી જીવવાની વાત હતી
દિલોથી જીન્દગાની ને સજાવવાની વાત હતી

લાગણીના જોશ ને ધડકનોની ભરમાર હતી
દોસ્તીના દિન અને મુશાયરાશી રાત હતી
કોઇ અનજાન પળે છવા ઇ ગઇ વાત નવી
'શતક' ન રાત રોશન છે દિનોમાં રન્ગ નથી
જિનદત્ત શાહ 'શતક'
---------------------------------------------------------------------
ભર વસંતે આમ ઉનાળો ન કર
હિમકણ છું ઝાઝો હુંફાળો ન કર

જે બધુ છુટયું એ ભુલી જા હવે
બાદબાકીઓનો સરવાળો ન કર

માત્ર પડછાયા જ ફેલાશે અહીં
ગામ વચ્ચે ખુદને ઉજમાળો ન કર

માનસરનાં મોતી બોલાવે તને
હંસ થઈને વુક્ષ પર માળો ન કર

શબ્દ સોનેરી મળ્યો છે મૌનમાં
આમ એ લખ લખ કરી કાળો ન કર
----------------------------------------------------------------------
થયું કે પ્રેમ નો પરિચય હું કઇ રીતે આપી શકું...!!!???
કાશ.. દિલ ની લાગણી ને કોઇ વાચા આપી શકું..!!
તારા વિચારો માં હું ખોવાઈ જાઊં છું કેટલી,
એ ગહેરાઈ તો કદાચ હું ખુદ ના માપી શકું..!!!

-ધ્વનિ જોશી.

ખોબે ખોબે મારો પ્રેમ લુંટાવું હું,
મારા પ્રેમ નું ભિક્ષાપાત્ર બન તું,
લાવ, જરા સપના સજાવુ હું,
આ પાંપણ તળે ક્યાંક મળ તું.

-ધ્વનિ જોશી

ચાલ, આવ મારી સાથે,
સાત પગલા ભરીએ આકાશ માં,
સાત ફેરા લઇ સાત જન્મો નો
સંબંધ બાંધીએ એ આશ માં,
જ્યાં હોય પ્રેમ અને વિશ્વાસ નો વાસ્,
દુરી ના હો જરા પણ સહવાસ માં...

- ધ્વનિ જોશી
----------------------------------------------------------------
હુ નથી સમજાવિ સકતો એમને કે
હુ નથિ સમજાવિ સક્તો મર મનને,
ઍમને લાગે ચે હુ બેવફાઈ કરુ ચુ,
પન એમને ક્યા ખબર છે
હુ એમના માટે મારિ કબર જાતે ખોદિ સકુ છુ...........
-કશ્યપ પટેલ
----------------------------------------------------------------------
શબ્દો ફકત શબ્દો રહે એવું કરો
આ મૌનના પડઘા શમે એવું કરો

આજે ઈરાદો કંઈ જુદો છે ચાંદનો
આ સુર્ય પણ થોડો નમે એવું કરો

બીજા તમારા બાદ પણ ચાલી શકે
રસ્તા તણા પથ્થર હટે એવું કરો

હર પળ ઉદાસીમય રહ્યું વાતાવરણ
એકાદ બાળક ત્યાં હસે એવું કરો

મોસમ વિના આવી ચઢી છે પાનખર
ને ફુલ કોઇ ના રડે એવું કરો

હર હાથ ખંજર થૈ ગયાની છે ખબર
ગુલ પ્યારની દુનિયા વસે એવું કરો
-------------------------------------------------------------
અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.
------------------------------------------------------------------
પરિસ્થિતી બદલાય એવું બને.
નવું સત્ય સમજાય એવું બને.

છબી એક વરસાદની જોઈને,
ભીતર કૈંક ભીંજાય એવું બને !

કોઈ આખી દુનિયા ફરે ચેનથી,
પછી ઘરમાં ખોવાય એવું બને !

હૃદયથી ઉઠે ચીસ નાનકડી ને,
રદિફ આમ ઊભા થાય એવું બને !

હા, ધર્માન્તરણ થાય અલ્પેશનું,
એ શાયર બની જાય એવું બને !

ગઝલ સાંભળ્યા બાદ 'પાગલ' વિશે,
ઘણી અફવા ફેલાય એવું બને.





કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.

કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
કે મારી ધડકન એની યાદો ચલાવે છે.

આ કલમ પણ કમાલ કરે છે કાયમ જોને,
શાહીથી બસ નામ એ તેનું લખાવે છે.

દિલ હોય કે કોલસો બળ્યા પછી તો રાખ જ,
તો પછી દોસ્તી ભૂલી પ્રેમ શા માટે કરાવે છે.

પ્રેમ પણ કેવો અદભૂત કમાલ કરે છે ભલા,
ડૂબવાને આરે હતો ને છતાં તરાવે છે

જગ્યા જ નથી હવે કોઇના માટે એના દિલમાં
દરવાજા પર જ એ ચોકી કરાવે છે




મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની,
બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા..........
----------------------------------------------------------------------------------
મારા દિલમાં શુ છે તેની જો કોઇને જાણ થાય
દુઃખ શુ હોય છે સાચુ, તેની બધાને ઓળખાણ થાય

એ બેવફા છે જાણું છું છતા ચાહું છું તેને હજી
મારી કલમથી તે બેવફાનાં આજે પણ વખાણ થાય

આ કેવુ કે આંખોના સાગર પણ સુકાઇ ગયા
નહતો જોવો આવો દિવસ જ્યારે આંસુની તાણ થાય

નહી વાંચી શકો તમે મારા જીવનની કહાની
એ પાના ફાડી નાખજો જ્યાથી શરુ મારુ લખાણ થાય




કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું

પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં
ઉછળે છે સાગરના નીર
મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું
બન્યું છે આજ તો અધીર

સાગરને તીર તમે આવો ને ચાંદ શા
ખીલી રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારુ
---------------------------------------------------------------------------------
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાિહદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.



શબ્દોની રમત રમવામાં
તો બધાં માહિર હોય છે !

લાગણીનાં ઊછાળા તો
બધાંને આવતાં હોય છે !

પોતાનાં બનાવવા માટે તો
બધાં પ્રયત્ન કરતાં જ હોય છે!

પણ ખરેખર જે હદયથી
બીજાનાં બને એ જ સચું.




કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !
--------------------
ઉડવાની ચાહમાં બેજાન બની ગયો છું પંખી બનવું હતુ, વિમાન બની ગયો છું ...~!~ શોધું છું એક આકાશ, ક્ષિતિજ ની પેલે પાર ,જ્યા ઉડી શકુ બની પંખી આજ~!~

--------------------------------------------------------------------
eemne joya ne aansu sari padya,
vasant ma jane phulo khari padya,
dukh ee nathi ke emne alvida kayhu,
dukh ee che ke tyar pachi ee pan radi padya..

No comments: