રાત્રીના સ્વપ્નની યાદ સવારે ના આવે તો સારું,
તમારી આ ફરીયાદ અત્યારે ના આવે તો સારું..
ફૂલોનું અનુપમ સૌંદર્ય જોઇને મને થાય છે કે,
આ જીવનમાં પાનખર ના આવે તો સારું..
ડૂબી જવા માટે આ તોફાની દરિયામાં પડ્યો છું,
હવે આ શરીર કિનારે ના આવે તો સારું..
વેદનામાં તડપતો માનવી બોલી ઉઠે છે કે,
હવે કોઇ દિલાસો આપવા ના આવે તો સારું..
19 February 2008
16 February 2008
હ્રદયને રસ્તે હું જન્મ્યો હતો,ખબર છે તને ?
રુદનને બદલે હું મલક્યો હતો,ખબર છે તને ?
હું તારી લટને કિનારે જ આવીને અટક્યો
ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો,ખબર છે તને ?
બિચારા ઇવ કે આદમને કંઇ ખબર નહોતી
પ્રણય મેં શીખવ્યો હતો,ખબર છે તને ?
એ વર્ષોમા તો રચાઇ નહોતી ભાષા છતા,
હું બૂમ પાડીને બોલ્યો હતો,ખબર છે તને ?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મે ઇંતેજારને શોધ્યો હતો,ખબર છે તને ?
રુદનને બદલે હું મલક્યો હતો,ખબર છે તને ?
હું તારી લટને કિનારે જ આવીને અટક્યો
ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો,ખબર છે તને ?
બિચારા ઇવ કે આદમને કંઇ ખબર નહોતી
પ્રણય મેં શીખવ્યો હતો,ખબર છે તને ?
એ વર્ષોમા તો રચાઇ નહોતી ભાષા છતા,
હું બૂમ પાડીને બોલ્યો હતો,ખબર છે તને ?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મે ઇંતેજારને શોધ્યો હતો,ખબર છે તને ?
Subscribe to:
Posts (Atom)