રાત્રીના સ્વપ્નની યાદ સવારે ના આવે તો સારું,
તમારી આ ફરીયાદ અત્યારે ના આવે તો સારું..
ફૂલોનું અનુપમ સૌંદર્ય જોઇને મને થાય છે કે,
આ જીવનમાં પાનખર ના આવે તો સારું..
ડૂબી જવા માટે આ તોફાની દરિયામાં પડ્યો છું,
હવે આ શરીર કિનારે ના આવે તો સારું..
વેદનામાં તડપતો માનવી બોલી ઉઠે છે કે,
હવે કોઇ દિલાસો આપવા ના આવે તો સારું..
No comments:
Post a Comment