01 July 2007

ઉડવાની ચાહમાં બેજાન બની ગયો છું પંખી બનવું હતુ, વિમાન બની ગયો છું ....


દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં 'મક્કુ',
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે..

પરિસ્થિતી બદલાય એવું બને.
નવું સત્ય સમજાય એવું બને.

છબી એક વરસાદની જોઈને,
ભીતર કૈંક ભીંજાય એવું બને !

કોઈ આખી દુનિયા ફરે ચેનથી,
પછી ઘરમાં ખોવાય એવું બને !

હૃદયથી ઉઠે ચીસ નાનકડી ને,
રદિફ આમ ઊભા થાય એવું બને !

હા, ધર્માન્તરણ થાય અલ્પેશનું,
એ શાયર બની જાય એવું બને !

ગઝલ સાંભળ્યા બાદ 'પાગલ' વિશે,
ઘણી અફવા ફેલાય એવું બને.
કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.

કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
કે મારી ધડકન એની યાદો ચલાવે છે.

આ કલમ પણ કમાલ કરે છે કાયમ જોને,
શાહીથી બસ નામ એ તેનું લખાવે છે.

દિલ હોય કે કોલસો બળ્યા પછી તો રાખ જ,
તો પછી દોસ્તી ભૂલી પ્રેમ શા માટે કરાવે છે.

પ્રેમ પણ કેવો અદભૂત કમાલ કરે છે ભલા,
ડૂબવાને આરે હતો ને છતાં તરાવે છે

જગ્યા જ નથી હવે કોઇના માટે એના દિલમાં
દરવાજા પર જ એ ચોકી કરાવે છે
મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની,
બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા..........
પાંદળુ કેવી રીત પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ
એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી'તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો "રમેશ",
કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર ?

marnar ni chita par koi chahnar chadto nathi
kahe che hun pan mari jais pan marto nathi
jue che aag ma badta deh ne pan pote badto nathi
are dost aag to shu eni raakh ne pan adto nathi
એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.
ખોટું ન લાગે તો વાત એક કહું

હું થોડા દિવસ હવે તારામાં રહું?



કામમાં હશે તો હું વાત નહીં માંડું

મૌનમાંય કોઇ દી' ના છાંટા ઉડાડું

શમણાંનો કાયદોય હાથમાં ન લઉં... હું...



કોણ જાણે હિમ શી એકલતા જામી
વૈદો કહે છે : હૂંફની છે ખામી

કહે છે કે તારામાં લાગણી છે બહુ... હું...



રોજ એક ઇચ્છા જો સામે મળે છે

આંખો ભીનું થૈ નામ ટળવળે છે

તારામાં તારાથી આગળ નહીં જઉં... હું...



રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે

વેદનાનો ભાર હું એકલો જ સહું... હું...



કહેણ મોસમનું કોઇ મને ભાવતું નથી

મને સાચકલે મારામાં ફાવતું નથી

આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?

હું થોડા દિવસ હવે તારામાં રહું?...

No comments: